DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

         “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે.

         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના ગોરિંજા, મોટા કાલાવડ, મોડપર, બેહ, બારા સહિતના ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી હતી. તેમજ પોતાની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા રાખવા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button