NATIONAL

જળસંકટ : ૨૦૨૫ સુધીમાં ભારતમાં જળસંકટના એંધાણ, યુનેસ્કો રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ભારતમાં વધતી જતી ભૂ-જળની સમસ્યા દેશમાં એક વધતી પરેશાની તરફ આગળ વધી રહી છે. જેમા આવનારા સમયમાં દેશની જનતાને એક મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે.

ભારત ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓનો દેશ કહેવામાં આવે છે. અહીં પાણીની સમૃદ્ધતા દેશને વધુ સુંદર બનાવી રહી છે, પરંતુ આ સુંદર અને સમૃદ્ધ દેશના ગામો અને શહેરો પાણીને વેડફી રહ્યા છે જેના કારણે દેશમાં આવનારા સમયમાં પાણીની મહામારી સર્જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યૂનેસ્કોની એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2025 સુધી ભારતમાં પાણીની સમસ્યા વધુ ભયાનક બની શકે છે. એમાં વધતી સમસ્યાને લઈને આશંકા વર્તાઈ રહી છે કે જળ સંરક્ષણની ઘટ, પ્રદુષણ,અતિક્રમણ, શહેરીકરણ અને ગ્લેશિયર પિગળવાના કારણે આવનારા સમયમાં ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ જેવી હિમાલયી નદીઓનો પ્રવાહ ઓછો થઈ રહ્યો છે.

યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016માં ધરતી પર 9.33 કરોડ લોકો પાણી ઓછુ હોવાના કારણે પરેશાન હતા. જેના પછી કેટલાક દેશોમાં જળસંકટ ખુબ વધેલુ જોવા મળ્યું. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એશિયાનો 80 ટકા વિસ્તાર પાણીની અછતના કારણે ઝઝુમી રહ્યા છે. જેમાં પુર્વોત્તર ચીન, ભારત અને પાકિસ્તાન પર સંકટ ખુબ વધારે દેખાઈ રહ્યું છે.

[wptube id="1252022"]
Back to top button