TANKARA:ટંકારા તાલુકા ના મેઘપર ઝાલા ગામ ના યુવાને મોરબી એડિવિશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવ્યો

ટંકારા તાલુકા ના મેઘપર ઝાલા ગામ ના યુવાને મોરબી એડિવિશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવ્યો
મોરબી: મોરબી રાજપર રોડ પર ધવલ ઓઈલ મીલની પાસે રોડ ઉપર પગપાળા જતા યુવકનાં પીતાને અજાણ્યા વાહને હડફેટે લેતા યુવકના પિતાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પુત્રએ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ યોગીરાજસિંહ હરદેવસિંહ ઝાલા (ઉ.વ.૧૯) રહે. મેઘપર ઝાલાના ગામ તા . ટંકારાવાળાએ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૧૦-૨૦૨૩ ના રોજ વહેલી સવારના પોણા પાંચક વાગ્યાના અરસામાં અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન બેદરકારી પુર્વક લોકોની જીંદગી જોખમાઇ તે રીતે રાજપર ગામ તરફથી મોરબી બાજુ પુર ઝડપે હંકારી લાવીને ફરીયાદીના પિતા ચાલીને જતા હોય તેની સાથે પાછળથી અથડાવી પછાડી દઇ માથાના પાછળના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરે છોલછલ જેવી ઇજા પહોચાડી મોત નીપજાવી આરોપી નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પુત્ર યોગીરાજસિંહ એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.