MORBI:દિવ્યાંગ ગરબા મહોત્સવમાં -મોરબી નાં દિવ્યાંગ જય ઓરિયા નું બેસ્ટ પરફોર્મન્સ

દિવ્યાંગ ગરબા મહોત્સવ – માં મોરબી નાં દિવ્યાંગ જય ઓરિયા નું બેસ્ટ પરફોર્મન્સ
દિવ્યાંગ ગરબા મહોત્સવ અંબાજી ખાતે ગુજરાત ભરના આશરે 350 જેટલા દિવ્યાંગજનોએ સાથે મળીને દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવ નું આયોજન કરેલ જેમાં મોરબી થી મનોવિજ્ઞાન બાળક જય ઓરીયા એ ભાગ લીધેલ એક તાલી રાસ અને વિવિધ સ્ટેપ વાળા ગરબા માં મનોદિવ્યાંગ બાળક જય ઓરીયા ના બેસ્ટ પર્ફોમન્સ બદલ પ્રથમ ઇનામ પ્રાપ્ત કરેલ

શ્રી બનાસકાંઠા જિલ્લા વિકલાંગ વિકાસ ટ્રસ્ટ અને બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ પાલનપુર ના સંયુક્ત ઉપક્રમે અંબાજી મુકામે દાંતા રોડ ઉપર આવેલ ગુરુજી પાર્ટી પ્લોટ માં દિવ્યાંગ રાજ મહોત્સવનું આયોજન થયેલ જેમાં દાંતા ના રાજ પરિવારના યુવરાજ શ્રી પરમવીર શ્રી દ્વારા માતાજીની આરતી કરી કાર્યક્રમ ની શરૂઆત કરેલ દિવ્યાંગનોના આયોજન હોવાથી ખૂબ જ શુંચારુ વ્યવસ્થા સાથે દિવ્યાંગજનોને મા અંબાના દર્શન માટે વીઆઈપી ગેટ થી પ્રવેશ આપવામાં આવેલ








