76 મો નિરંકારી સંત સમાગમમા જામનગરના શ્રદ્વાળુઓ
નિરંકારી સદ્દગુરુના આશીર્વાદ માટે અને અંતર્મનના સુકુન માટે સામલખા પહોંચ્યા જામનગર ના શ્રદ્ધાળુ ભક્તો.
જામનગર, ભાગદૌડ વાળી જિંદગીમાં સુકુન અંર્તમન મેળવવા અને સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજના આશીર્વચનનો લાભ લેવા જામનગર થી મોટી સંખ્યા માં ભક્ત સમાલખા જવા રવાના થયા.
સ્થાનીય સંયોજક શ્રી મનહરલાલ રાજપાલ જીએ જણાવ્યું કે સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતાજીની પાવન સાનિધ્યમાં ત્રણ દિવસીય 76મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ 28, 29 અને 30 ઓક્ટોબરે કરનાલ હાઇવે સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ સમાલખામાં આયોજિત થઈ રહ્યો છે. જેમાં ભાગ લેવા જામનગર સહિત વિશ્વ ભર ના લાખો શ્રદ્ધાળુઓ બે દિવસથી ટ્રેન દ્વારા સમાલખા પહોંચી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે સંત સમાગમમાં સાર્વભૌમિક ભાઇચારો અને વિશ્વબંધુત્વ નું અનુપમ સ્વરૂપ જોવા મળશે, જ્યાં ફરી એકવાર દ્રશ્યમાન થશે શમિયાઓનું સુંદર નગર, જાણે ધરતી પર સ્વર્ગ ઉતર્યું હોય. આ પાવન સંત સમાગમમાં દેશ-વિદેશના લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો ભાગ લેશે અને આ ભવ્ય સંત સમાગમનો ભરપૂર આનંદ પ્રાપ્ત કરી સદ્દગુરુના સાકાર દર્શન અને તેમના પાવન આશિષ પણ પ્રાપ્ત કરશે.
તેમણે કહ્યું કે આ વર્ષે નિરંકારી સંત સમાગમની થીમ “સુકુન: અંર્તમન કા” છે જેના પર દેશ-વિદેશમાંથી ભાગ લેનાર ગીતકાર, વક્તાગણ તેમના શુભ ભાવો ને કવિતાઓ, ગીતો અને વિચારો દ્વારા વ્યક્ત કરશે અને વિભિન્ન ભાષાઓમાં આપવામાં આવેલી પ્રસ્તુતિઓનો આનંદ બધા શ્રોતાગણ પ્રાપ્ત કરશે. આ સંત સમાગમ નિરંકારી મિશન દ્વારા આપવામાં આવેલ સત્ય, પ્રેમ અને શાંતિના દિવ્ય સંદેશને જન-જન સુધી પહોંચાડવા હેતુ આ એક સશક્ત માધ્યમ છે, જે આધ્યાત્મિક જાગૃતિ દ્વારા સમગ્ર સંસારમાં સમાનતા, સંવાદિતા અને પ્રેમનું સુંદર સ્વરૂપ પ્રદર્શિત કરી રહ્યું છે. જે વર્તમાન સમયમાં અત્યંત જરૂરી છે. આ દિવ્ય સંત સમાગમ શાંતિ, સંવાદિતા, વિશ્વબંધુત્વ અને માનવીય ગુણોનું એક સુંદર પ્રતીક છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય ‘એકતામાં સદભાવ’ તથા શાંતિની ભાવના પ્રદર્શિત કરવાનો છે. તેમ સંત નિરંકારી મંડળ – જામનગર ની યાદી જણાવે છે તેમ આ મંડળના સમર્પિત અરવિંદ માધવાણીએ જણાવ્યુ છે
@____________
BGB
gov.accre.Journalist
jmr
8758659878









