DEVBHOOMI DWARKADWARKA
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આંગણવાડીઓમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં સ્વચ્છતાની લહેર છવાઈ છે. જેના પરિણામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવાન બન્યું છે.
જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ચરકલા, કલ્યાણપુર તાલુકાના ભાટિયા તથા ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ અને કેશોદની આંગણવાડી ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું. જેના થકી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને સ્વચ્છ અને સુઘડ બનાવવા નેમ ચરિતાર્થ કરવામાં આવી રહી છે.

[wptube id="1252022"]








