GUJARATMORBIMORBI CITY / TALUKO

Junagadh:જુનાગઢ: મઢડાધામે આઈ શ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત

જુનાગઢ: મઢડાધામે આઈ શ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત

જુનાગઢ: સમગ્ર ચારણ સમાજ તેમજ અઢારે વર્ણ દ્વારા જુનાગઢ જિલ્લાના મઢડા ગામે આઈ શ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવ તા . ૧૩-૦૧-૨૦૨૪ ના રોજ ઉજવાશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે.

અઢારે વર્ણના વિચારોમાં ક્રાંતી લાવનાર અને લોકોને યોગ્ય રસ્તો ચિંધાણનાર અને અઢારે વર્ણમા આસ્થાનું કેન્દ્ર આઈ શ્રી સોનલમા ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી આઈ શ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવનાર હોય જે અંતર્ગત ત્રિદિવસીય મહાઉત્સવ મઢડાના આંગણે આખોયે ચારણ સમાજ અને અઢારે વરણ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે તા.૧૩-૦૧-૨૦૨૪ ના રોજ સોનલમા ની બીજ અને જન્મ શતાબ્દી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું તમના દ્વારા ચારણ, ગઢવી સમાજ અને અઢારે વર્ણના લોકોની લાગણીને માન આપીને આ જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવાની હા પાડી હતી.

[wptube id="1252022"]
Back to top button