
મોરબીના જોધપર રફાળેશ્વર રોડ ઉપર ટ્રેકટર જીજે-03-એસએસ-3835 લઈને જઈ રહેલા વસંતભાઇ લાલજીભાઇ પરમાર રહે.શકત શનાળા ટ્રેકટર સાથે સામેથી આવતા આરોપી ઉમેશ તેરૂભાઇ વસુનીયા મધ્યપ્રદેશ વાળાએ પોતાનું ટ્રેકટર રજી. એમપી-45-ઝેડએ-9837 અથડાવતાં આ અકસ્માતમાં ટ્રેકટરમાં બેઠેલા મજુર મોહન સીકુભાઇ ડામોર ઉ.36 નામનો યુવાન નીચે પડી ગયો હતો.

બાદમાં આરોપી ઉમેશના ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ મજુર મોહનભાઇના શરીરની છાતી પેટ પરથી ફરી વળતા દબાઇ જતા છાતીના પેટના તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોહનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જે અકસ્માતના આ બનાવ મામલે મરણ જનારના ભાઈ કોહનીયાભાઇ સીકુભાઇ ડામોર રહે.હાલ મોરબી લીલાપર રોડ ઇલેકટ્રીક સ્મશાનની સામે આપાભાઇ કુંભરવાડીયાના ડેલામાં મૂળ રહે મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ઉમેશ તેરૂભાઇ વસુનીયા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે








