GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:આવાસ ની મેલડી માતાજી મંદિરે દ્વારા સોસાયટીની તમામ બાળાઓને લહાણી વિતરણ કરાઈ

શ્રી આવાસ ની મેલડી માતાજી મંદિરે દ્વારા સોસાયટીની તમામ બાળાઓને લહાણી વિતરણ કરાઈ

આસો નવરાત્રિની આઠમના દિવસે કન્યા પૂજન સાથે બાળા ઓને લહાણી વિતરણ કરાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં આવેલ આવાસ ની મેલડી માતાજીના મંદિરે ખાતે દર રવિવારે બટુક ભોજન સહિત ની સેવા આપાઈ છે .

(જનક રાજા દ્વારા) : મોરબી : મોરબીમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં નવરાત્રી મહોત્સવમાં આઠમના પવિત્ર દિવસે કન્યા પૂજન સાથે બાળાઓને બેડાની લહાણી ભેટ આપવામાં આવી હતી.

મોરબીમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં આવેલ આવાસની મેલડી માતાજીના મંદિર દ્વારા સોસાયટીમાં દરેક કુવારિકા બાળાઓને નવરાત્રી મહોત્સવમાં આઠમના પવિત્ર દિવસે કન્યા પૂજન સાથે ૮૦ થી વધુ બાળાઓને બેડાની લહાણી ભેટ આપવામાં આવી હતી.નાની – નાની બાળાઓએ લ્હાણી ભેટ સ્વરૂપે મેળવી આનંદ અનુભવ્યો હતો.આ સાથે મેલડી માતાજી ના મંદીરે દર રવિવારે બટુક ભોજન સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે . જેમાં બહોળી સંખ્યામાં બાળકો પ્રસાદ નો લાભ લઇ રહિયા છે.

[wptube id="1252022"]
Back to top button