PARDIVALSAD

Pardi : પારડીની ડીસીઓ હાઈસ્કૂલમાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન યોજાશે

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૩ ઓક્ટોબર

અમદાવાદ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અને વલસાડ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે પારડી તાલુકામાં પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડી.સી.ઓ. સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તા. ૨૭ થી તા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૩ સુધી ત્રિદિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈજ્ઞાનિકો સાથે સંવાદ, સ્પેસ સાયન્સ અને ટેકનોલોજી એક્ઝિબિશન તેમજ રોકેટ લોન્ચિંગનું ડેમોસ્ટ્રેશન અંગે રસપ્રદ માહિતી જાણવાનો અવસર મળશે. પ્રદર્શન તા. ૨૭ મી ના રોજ બપોરે ૧૨ થી સાંજે ૪, તા. ૨૮ મી ના રોજ સવારે ૯ થી સાંજે ૪ અને તા. ૨૯ મી ના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે. જેનો લાભ લેવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની દ્વારા જણાવાયુ છે.

[wptube id="1252022"]
Back to top button