DEVBHOOMI DWARKADWARKA

Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંગણવાડી, શાળાઓમાં સ્વચ્છતા ઝૂંબેશ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

         રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓ ગ્રામ્યસ્તરે પણ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પોતાની સહભાગીદારી નોંધાવી રહ્યાં છે ત્યારે આજરોજ ઝાકસિયા ગામે, ભરાણા ગામે, ગઢકા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત આંગણવાડી અને શાળામાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું.

         ઉપરાંત શામળાસર ગામમા ગોપી તળાવ આસપાસના વિસ્તારમાં જન ભાગીદારીથી સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું.

[wptube id="1252022"]
Back to top button