
મોરબીમાં સરસ્વતી સોસાયટીમાં નવરાત્રિમાં બાળાઓને પર્સની લ્હાણી

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે હાલમાં નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મોરબીના સરસ્વતી સોસાયટીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા 40થી વધુ બાળાઓને લ્હાણીરૂપે પર્સની ભેટ આપવામાં આવી હતી. સાથે જ તેમના દ્વારા પ્રસાદનું આયોજન કરાયું હતું. તેમજ હેતલબેન પટેલે માતાજીની આરતી કરી માંની આરાધના કરી હતી.
[wptube id="1252022"]








