GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA: ટંકારા સ્મૃતિશેષ સેવાભાવી મેહુલભાઈ કોરીંગાની વાર્ષિક પુણ્યતિથિએ મેગા રક્તદાન કેમ્પ યોજાયો.

ટંકારા: સ્મૃતિશેષ સેવાભાવી મેહુલભાઈ કોરીંગાની વાર્ષિક પુણ્યતિથિએ મેગા રક્તદાન કેમ્પ યોજાયો.

હર્ષદરાય કંસારા ટંકારા: સ્મૃતિશેષ સેવાભાવી મેહુલભાઈ કોરીંગાની વાર્ષિક પુણ્યતિથિએ મેગા રક્તદાન કેમ્પ સરકારી હોસ્પિટલ રાજકોટ દ્વારા આર્ય વિદ્યાલયમમાં યોજાયેલ. આર્ય મેહુલભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દિગ્વંત આત્માની શાંતિ માટે યજ્ઞ કરાયેલ.
મોરબીના નામાંકિત ડૉક્ટરો ડૉ.શૈલેષભાઇ પટેલ ,ડૉ. અલ્કેશભાઈ પટેલ, ડૉ.જયેશભાઈ સનારીયા ડૉ.મનીષભાઈ સનારીયા,ડૉ સાગરભાઈ હાસલીયા, ડૉ મેહુલભાઈ પનારા ડૉ.મિતેષ પટેલ,ડૉ.ચંદ્રકાન્ત પટેલ દ્રારા નિઃશુલ્ક સેવા અપાયેલ.


આર્ય વિદ્યાલય ના બાળકો માટે સર્વે રોગ નિદાન કેમ્પ તેમજ થેલેસેમિયાના દર્દી માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. મેહુલભાઈ કોરિંગા ની પુણ્યતિથિ એ રક્તદાન કેમ્પ પંડિત દિન દયાલ ઉપાધ્યાય રાજકોટ સરકારી મેડિકલ કોલેજ ના સહકાર દ્વારા યોજવામાં આવેલ. મેહુલભાઈ ના સેવા કાર્ય થીપરિચિત ટંકારા ના યુવાનો તેમજ વાલીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ તથા દરેક સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં રક્તદાન કરી મેહુલભાઈ ને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ.


થેલેસેમિયાના દર્દી માટે 284 બોટલ રક્તદાન
લોહી એકત્રીત થયેલ.સમાજના અગ્રણીઓ ભવાનભાઈ ભાગીયા,ચેરમેન મોરબી યાર્ડ, હીરાભાઈ ફેફર પાટીદાર સમૂહલગ્ન પ્રમુખ, કચરાભાઇ ઘોડાસરા, એડવોકેટ સંજયભાઈ ભાગીયા, માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી તેમજ શાળા મંડળ મોરબીના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, યોગેશભાઈ ઘેટિયા , ભાડજા દિલીપભાઈ બારૈયા વગેરે ઉપસ્થિત રહી શ્રધાંજલિ આપેલ.
આર્ય વિધાલયમ્ ના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા તથા મેહુલભાઈ ના પિતા કાંતીભાઈ કોરીંગા તથા શ્રી મીઠાભાઇ એ તમામનો ઋણ સ્વીકાર કરેલ.

[wptube id="1252022"]
Back to top button