TANKARA:ટંકારા મહર્ષિ દયાનંદજીના 200 માં જન્મ વર્ષ નિમિતે આર્યસમાજ ટંકારા દ્વારા નિઃશુલ્ક સત્યાર્થ પ્રકાશનું વિતરણ કરાશે.

હર્ષદરાય કંસારા ટંકારા: શ્રી મહર્ષિ દયાનંદજીના 200 માં જન્મ વર્ષ નિમિતે આર્યસમાજ ટંકારા દ્વારા નિઃશુલ્ક 1000 સત્યાર્થ પ્રકાશનું વિતરણ કરાશે.

આ વર્ષ ટંકારા નું નામ વિશ્વ માં રોશન કરનાર આર્ય સમાજના સ્થાપક, મહાન સમાજ સુધારક, વેદો તરફ પાછો વળોનુ આહવાન કરનાર મહર્ષિ દયાનંદજીના 200 માં જન્મ વર્ષ તરીકે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કાર્યક્રમને જ્ઞાન જ્યોતિ પર્વત તરીકે ઓળખાવીને વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ માં આર્યસમાજ ટંકારા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

200મી જન્મ જયંતી નિમિત્તે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા નિર્મિત અમર ગ્રંથ સત્યાર્થ પ્રકાશ ગુજરાતી ભાષામાં ગુજરાતના સુજ્ઞ વ્યક્તિઓ, વાંચન પ્રેમી વ્યક્તિઓ, કોલેજના પ્રોફેસરોને આ સત્યાર્થ પ્રકાશ નિઃશુલ્ક આપવાનું આયોજન આર્ય સમાજ ટંકારા દ્વારાથયેલ છે. જેથી કરીને સારું જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ સત્યાર્થ પ્રકાશ જેવા મહાન ગ્રંથને વાંચી પોતાનું આત્મકલ્યાણ કરી શકે અને ભારત વર્ષનું પણ કલ્યાણ કરી શકે તે હેતુથી આ સત્યાર્થ પ્રકાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે . વધુ માહિતી આર્ય સમાજ ટંકારા નો સંપર્ક કરવો.








