GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કુબેરનગર વિસ્તારમાંથી આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયો

મોરબીના કુબેરનગર વિસ્તારમાંથી આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયો

મોરબીના કુબેરનગર વિસ્તારમાં આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહી શિરપનું વેચાણ કરવામાં આવતું હોય જ્યાં પોલીસે દરોડો કરી અલગ અલગ બ્રાંડની આયુર્વેદિક શંકાસ્પદ સીરપની કુલ બોટલ નંગ ૧૬૮૦ નો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કુબેરનગર શેરી નં ૦૩ માં આયુર્વેદિક શંકાસ્પદ શિરપનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ્કારી હતી જેમાં કુબેરનગર શેરી નં ૦૩ માં ભાડાના મકાનમાં રહેતા હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા અને વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજાના કબ્જા વાળી દુકાનમાંથી અલગ અલગ બ્રાંડની શિરપની બોટલ નંગ ૧૬૮૦ કીમત રૂ ૨,૫૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને એફ.એસ.એલ રીપોર્ટ આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

 

જે વેચનાર ઈસમોમાં હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા (ઉ.વ.૨૩) અને વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજા રહે બંને હાલ કુબેરનગર શેરી નં ૦૩ મોરબી મૂળ રહે રામપર અબડા તા. નલીયા વાળા અને મોકલનારમાં રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા રહે રાજકોટ વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

[wptube id="1252022"]
Back to top button