GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ના હડમતિયા ગામે “નવદુર્ગા ગરબી મંડળ” દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “આદિવાસી ટીમલી” ગીત વગાડીને આદિજાતિના લોકોને ખુશ કરી દીધા

ટંકારા ના હડમતિયા ગામે “નવદુર્ગા ગરબી મંડળ” દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “આદિવાસી ટીમલી” ગીત વગાડીને આદિજાતિના લોકોને ખુશ કરી દીધા

દર વર્ષના સાતમા નોતરે ” આદીવાસી ટીમલી” નું આયોજન કરવામાં આવે છે

ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ્રાચીન ગરબીની જમાવટ, જુના ગામની ગરબીમાં દર વર્ષે ભુવા રાસ, મેલડી માતાજી રાસ, જલતા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે નવા પ્લોટમાં ” નવદુર્ગા ગરબી મંડળ” માં પ્રાચીન ગરબા લેવાઈ છે

ટંકારા તાલુકાના હડમતિયા ગામે આવેલ રામજી મંદિર ચોક ખાતે નવ દિવસ માં નવદુર્ગાની આરાધના નવરાત્રીમાં કરવામાં આવે છે. છેલ્લા 45 વર્ષથી અહીંયા ગરબી લેવામાં આવે છે અહીંયા ડિસ્કો ડાંડીયા ની ગરબી નથી .પરંતુ પ્રાચીન રાસ લેવામાં આવે છે અહીંયા ગરબીમાં પ્રારંભમાં નાની બાળાઓ ત્યારબાદ મહિલાઓ અને છેલ્લે પુરુષો પણ રાસ ગરબે રમે છે .દર વર્ષે બાળાઓને લાણી વિતરણ કરાય છે. *સ્વ. શર્મિલાબેન રસીકભાઈ રામાવત હસ્તે જીજ્ઞેશ રસીકભાઈ રામાવત, શ્રીમતી જીજ્ઞાબેન જીજ્ઞેશભાઈ, હસમુખભાઈ ધનજીભાઈ ખાખરીયા તથા રજનીકાંત પ્રેમજીભાઈ સંઘાત* દ્વારા લ્હાણી આપવામાં આવી હતી. દરરોજ જુદો જુદો નાસ્તો તથા પ્રસાદ વિતરણ કરાય છે ગરબીનું સંચાલન જુના ગામમાં વિક્રમભાઈ ડી. ગોહેલ તથા નવા પ્લોટમાં કિશોરભાઈ એમ. કામરીયા કરે છે.

[wptube id="1252022"]
Back to top button