મોરબીના લૂંટાવદર ગામે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
સ્વચ્છતા એજ સેવા અભિયાન અન્વયે આજરોજ મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના લૂંટાવદર ગામે આંગણવાડી,તળાવ અને તેની આજુબાજુના વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી.

સ્વચ્છતા એજ સેવા અભિયાનના ભાગરૂપે મોરબી જિલ્લામાં લૂંટાવદર ગામ ખાતે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ ગામમાં આંગણવાડી, તળાવ સહિતના સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી.

આ કામગીરીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીશ્રી નરસંગભાઈ છૈયા ,યશભાઈ કાલરિયા અને ચેતનસિંહ પરમાર તેમજ લૂંટાવદર ગામના તલાટી કમ મંત્રીશ્રી અને ગ્રામલોકો સહભાગી બન્યા હતા.
[wptube id="1252022"]








