મોરબીની નાની બજારમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીની નાની બજારમાં વિશ્વકર્મા મંદિર પાસે રહેતો આરોપી એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા દરોડા દરમિયાન આરોપી એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયા, કિશનભાઇ દીલીપભાઇ કાનાબાર, સુલતાનભાઇ રજાકભાઇ સીપાઇ અને મુનીરઅહેમદ રજાકભાઇ કાસમાણી નામના શખ્સો તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 52,020 કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]








