મોરબીના બેલા ગામે નેક્ષા સ્પામાં કુટણખાનું ઝડપાયું
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, લીઝા સિરામિક સામે, ઓમ કોમ્પ્લેક્ષમા પહેલા માળે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યું છે. રેઇડ દરમ્યાન પોલીસે આરોપી મહિલાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, લીઝા સિરામિક સામે, ઓમ કોમ્પ્લેક્ષમા પહેલા માળે આરોપી શબાના હનીશ ખાન (ઉ.વ.૩૩) રહે. નેક્ષા સ્પા, બેલા ગામની સીમ તા.જી. મોરબીવાળીએ પોતાના કબ્જા ભોગવટા વાળા નેક્ષા સ્પામાં બહારથી મહિલાઓને પગારથી બોલાવી પોતાના સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવા માટે સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવી રોકડ કુલ રૂ.૬૩૦૦/- સાથે રેઇડ દરમ્યાન મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ -૧૯૫૬ ની કલમ ૩(૧),૪,૫(૧)(એ),૫(૧)(ડી),૬(૧)(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








