NAVSARI

નવસારી નજીક મરોલી પાસે જયપુર એક્સપ્રેસ ટ્રેન મોડી રાત્રે પર પથ્થરમારો કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી રેલવે સ્ટેશનના નજીક આવેલા મરોલી પાસે  જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ઉપર કોઈક અજાણ્યાં ઈસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ બુધવારે મોડી રાત્રે મરોલી પાસે જયપુર સુપરફાસ્ટ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ બનાવમાં જયપુર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચ B3 ના કાચ પર પથ્થરમારો થયો હતો જેમાં સીટ  નંબર 41 ,42  ના કાચ તૂટ્યો હતો. સદનસીબે જાનહાની ટળી હતી. આ ઘટના જાણ થતાં તાત્કાલિક ધોરણે  ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. તાત્કાલિક નવસારી  રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અજાણ્યાં પથ્થર મારનારા અસામાજિક  તોફાની તત્વો વિરૂદ્ધ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.<span;>તેમણે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં તહેવારોની સિઝન હોવાથી અસામાજિક  તત્વો દ્વારા  ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવે છે. જેથી હવે પેટ્રોલિંગ વધારવામાં આવશે.એવા તોફાની તત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરાશે..

[wptube id="1252022"]
Back to top button