
વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા મમતા દિવસ ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા ની બાજુ માં આવેલ આંગણવાડી માં ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મમતા દિવસ ની ઉજવણીના ભાગરૂપે 10 થી19 વર્ષ ની તરુણીઓ ને સ્વાસ્થ્ય સંબધી માહિતી અને તેમના સ્વાસ્થ્ય ની ચકાસણી કરવા નો કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ દ્રારા કિશોરીઓને પાંડુરોગ ના ચિહનો લક્ષાનો ની તેમજ સારવાર માટે આર્યન ફોલિક ની ગોળી ગળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અર્બન હેલ્થ ઓફિસર ડો દિવ્યા રાણા દ્રારા માસિક સંબધી માહિતી તેમજ સ્વચ્છતા બાબતે તેમજ સેનેટરી નેપકીન ઉપયોગ અને નિકાલ ની માહિતી આપી હતી..તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્રારા તમાકુ ના વ્યસન થી થતાં શરીર ના રોગો ની માહિતી આપવા માં આવી હતી તેમજ વ્યસન મુક્તિ ના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.કિશોરીઓ ના એચ બી તપાસ કરવામાં આવી તેમજ પોષ્ટીક આહાર વિશે તેમજ વ્યક્તિગત સ્વચ્છતા ની જાણકારી આપવામાં આવી હતી