MORBIMORBI CITY / TALUKO

MORBI:જવાહર નવોદય વિદ્યાલય, તરઘડીમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવા સૂચના

જવાહર નવોદય વિદ્યાલય, તરઘડીમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવા સૂચના

રાજકોટ, તા. ૧૮ ઓક્ટોબર – રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામ ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ (શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-‘૨૫)માં લેટરલ એન્ટ્રીની ખાલી પડેલ જગ્યાઓ સંદર્ભે પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારોwww.navodaya.gov.in તથા https://navodaya.gov.in/nvs/nvs-school/RAJKOT/en/home વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ સુધીમાં કરી શકશે.

ધોરણ ૯ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે, તે જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય શાળામાં ધોરણ ૮માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-‘૨૪માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. અરજી કરવા ઈચ્છુક ઉમેદવારની જન્મ તારીખ ૦૧ મે, ૨૦૦૯થી તા. ૩૧ જુલાઈ, ૨૦૧૧ સુધીની હોવી જોઈએ. (બંને દિવસો સામેલ છે.) આ નિયમ તમામ કેટેગરીના ઉમેદવારોને લાગુ પડશે.

વધુમાં, ધોરણ ૧૧ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે, તે જિલ્લાની સરકારી, સરકાર માન્ય શાળામાં ધોરણ ૧૦માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-‘૨૪માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. અરજી કરવા ઈચ્છુક ઉમેદવારની જન્મ તારીખ ૦૧ જૂન, ૨૦૦૭થી તા. ૩૧ જુલાઈ, ૨૦૦૯ સુધીમાં હોવી જોઈએ. (બંને દિવસો સામેલ છે.) પ્રવેશ પરીક્ષા તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ લેવામાં આવશે, તેમ જવાહર નવોદય વિદ્યાલય, તરઘડીની યાદીમાં જણાવાયું હતું.

[wptube id="1252022"]
Back to top button