GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રેલ્વે સ્ટેશન ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

મોરબીના રેલ્વે સ્ટેશન ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત મોરબી રેલ્વે સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેશન મેનેજર મોરબીની અધ્યક્ષતામાં મોરબી સ્ટેશનના તમામ વિભાગના સુપરવાઈઝર અને તેમની ટીમે ભાગ લીધો હતો.

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં મોરબીના રેલ્વે સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના ભાગરૂપે મોરબી રેલ્વે સ્ટેશન ખાતેના પ્લેટફોર્મ અને પ્લેટફોર્મના DMU સાઈડિંગમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરી સંપૂર્ણ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

આ સ્વચ્છતાના ભાગરૂપે રેલ્વે સ્ટેશન તેમજ તની આજુબાજુના વિસ્તારમાં એકઠો થયેલો કચરો, ચોમાસા બાદ ઉગી નિકળેલી વનસ્પતિ અને ઘાસ તેમજ રેલ્વે સ્ટેશન અને ત્યાં આસપાસના ઝાડની વધી ગયેલી ડાળીઓ વગેરે દુર કરવામાં આવ્યા હતા.

આ સ્વચ્છતાની કામગીરીમાં સ્ટેશન મેનેજરશ્રી ધર્મેન્દ્ર કુમારની સાથે એલ.જી. યાદવ, નવીન કુમાર, અંકિત સિસોદિયા, ઓમપ્રકાશ, સુનિલ પ્રિયદર્શી, વી.એમ. જાડેજા, સચિન યાદવ, ભાવિન એસ, નિલેશ પટેલ, જય દવે, મેહુલ, સુબોધ કુમાર, ધર્મેન્દ્ર કાનગડ, રાકેશ યાદવ, મુરારી કુમાર, વિકાસ કુમાર પરેશ એસ, અજય ગોહિલ, મોહન કુમાર, મનસુખ ભાઈ, હસમુખભાઈ વગેરેએ સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપ્યો હતો. સૌએ ખૂબ જ ઉત્સાહથી સફાઈ અભિયાનમાં સહયોગ આપ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button