MORBI:મોરબી જિલ્લામાં લેન્ડ ગ્રેબિન નો કડક અમલ વારી કરવામાં સ્થાનિક જિલ્લા કક્ષાના અધિકારીઓ નિષ્ફળ રહ્યા હોય તેમ ગૌચરની જમીન પર ભૂ- માફિયા નો કબજો!!

મોરબી જિલ્લામાં લેન્ડ ગ્રેબિન નો કડક અમલ વારી કરવામાં સ્થાનિક જિલ્લા કક્ષાના અધિકારીઓ નિષ્ફળ રહ્યા હોય તેમ ગૌચરની જમીન પર ભૂ- માફિયા નો કબજો*!!
ગામોમાં નથી ગૌચર! ગૌચરની જમીન કોણ ચરી ગયું? ગ્રામ પંચાયતોને દબાણ દૂર કરવાના અધિકારો અપાયા પરીણામ શૂન્ય

મોરબી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જમીન માફિયાઓને કાબુમાં લાવા લેન્ડ ગ્રેબિંગ ના કાયદાનો પરિપત્ર પ્રસિધ્ધ કર્યા બાદ ઘણા બધા જમીન ભુ- માફિયાઓ સામે ગુના નોંધાયા છે જેથી ગરીબોની જમીનો પર કે સરકારી ખરાબા ગૌચર પર જમીન ભૂ- માફિયા માં ડર શરૂ શરૂમાં નવ દિવસ રહ્યો હોય તેમ સરકારના પરિપત્રને કડક અમલવારી કરાવવામાં મોરબી શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં અમલવારી કરાવવામાં આળસનું ગ્રહ કે રાજકીય સ્થાનિક નેતાઓની કતપુતળી જિલ્લા કક્ષાના અધિકારીઓ બન્યા હોય તેમ મોરબી જિલ્લા પંથક ના ગામડાઓમાં સરકારી ખરાબા ગૌચર ને જમીન ભૂ- માફિયા કબજો કરવાનું કાર્ય અટકાવ્યું ના હોય તેમ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ કે સ્થાનિક માથાભારે અસામાજિક તત્વો દ્વારા જમીનો પર કબજા કરવાનું કાર્ય બંધ કરતા જ ના હોય તેમ હજુ મોરબી જિલ્લા પંથકમાં વિવિધ સરકારી કચેરીઓ માં અરજદારો દ્વારા અરજીઓ કરી રહ્યા હોય તેનો કડક અમલ કરાવવામાં તલાટી ક્રમ મંત્રીઓ તાલુકા વિકાસ અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત શહેર મા ચીફ ઓફિસર મામલતદાર ડે. કલેકટર જિલ્લા કલેકટર કક્ષાના તંત્ર વાહકો સરકારી પરિપત્ર તો ઠીક પ્રજાની સમસ્યાનો અંત લાવવામાં પણ નિષ્ફળ રહ્યા હોય તેમ મોરબી જિલ્લા પંથકમાં લેન્ડ ગ્રેબિંગ કાયદાનો ભંગ કરનાર કડક અમલ કરાવવા માં મોરબી જિલ્લા પંથકની કચેરીના સરકારી બાબુઓ નિષ્ફળ નિવડિયા હોય છતાં વિકાસની વાતો કરનાર નેતાઓ ની કૃપાથી લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદાનો કડક તંત્ર દ્વારા અમલ કરાવવામાં આવે એ દિશામાં પણ થોડોક વિકાસ ની કિરણો દિવાળી પહેલા પ્રકાશ પાડે તો સોના માં સુગંધ સાથે ખરાબા ગૌચર ની જમીનો પર થતા દબાણો દૂર થશે એવી આશાઓની કિરણો મતદાર પ્રજાની આજના આધુનિક યુગમાં વિકાસલક્ષી સરકારના શાસનકાળમાં રહી છે








