WANKANER:વાંકાનેર તાલુકા પોલીસે નશા કારક સીરપ ભરેલ ઇકો વાહન સહિત ₹2,48,000 ના મુદ્દા માલ સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે નશા કારક સીરપ ભરેલ ઇકો વાહન સહિત ₹2,48,000 ના મુદ્દા માલ સાથે એક ઝડપાયો

મોરબી ગુજરાતમાં દારૂબંધી ની કડક અમલવારી કરવામાં હજુ પોલીસ જોઈએ તેવી સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી ત્યાં ફરી નશા ખોર પ્યાસી અને ધનવાન થવાની લાઈ માં યુવા ધન સાથે આયુર્વેદિક ની આડમાં નશા યુક્ત સીરપ નું મસ્ત મોટું રોકેટ પોતાની ગતિ તેજ કરે તે પહેલા જ પોલીસ તંત્ર એલર્ટ થતા આયુર્વેદિક ની આડ માં નશા યુક્ત સીરપ નો કાળો કાળો બહાર યુવા ધન ના આરોગ્ય માટે જોખમી બને તે પહેલા જ વાંકાનેર પંથકમાં નશા યુક્ત સીરપ નું વેચાણ ગેરકાયદેસર રીતે કરવાની હેરાફેરીમાં વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે થી ગેરકાયદેસર નશા યુક્ત સીરપ ભરી ઇકો કારમાં હેરાફેરી કરતા ઇસમને અટકાવી ગાડીની તપાસ કરતા 320 નંગ બોટલ કિંમત રૂપિયા 48000 સહિત મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર્ગો ગાડી રજીસ્ટર નંબર જીજે 36 ટી 80 16 કિંમત રૂપિયા 2,00.000 મળી કુલ મુદ્દામાલ સહિત 2,48,000 ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકટ કરી છે જેની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત એવી છે કે રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની સૂચના અનુસાર મોરબી જિલ્લા પંથકમાં ગેરકાયદેસર આયુર્વેદિક દવા ના ઓઠા હેઠળ નશાકારક સીરપ વેચાણ થતું હોય તેવી પ્રવૃત્તિઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સૂચના થઈ હોય જેના અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બીપી સોનારા ના માર્ગદર્શનથી તાલુકા પોલીસની હદમાં કડક પેટ્રોલિંગ શરૂ કરેલ હોય એ સમય દરમિયાન પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સર્વે લન્સ ટીમ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરઘ્વસિંહ જાડેજા તેમજ એ.એસ.આઇ ચમનભાઈ ચાવડા સહિતના હરીશચંદ્રસિંહ ઝાલા, સંજય સિંહ જાડેજા તથા રવિભાઈ કલોત્તા, વિજયભાઈ ડાંગર અને લોકરક્ષક અજયસિંહ ઝાલા વગેરે ફરજ ના ભાગે પેટ્રોલિંગ દરમિયાન નશા યુક્ત આયુર્વેદિક સીરપ ના જથ્થા સાથે કોળી સુરેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 24 ધંધો ડ્રાઇવિંગ રહે હાલ નવા જાંબુડીયા ને પકડી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે








