
MORBI:સાવઘાન યુવાનો માટે ચેતતો કિસ્સો પ્રકાશમાં આવ્યો
મોરબીમાં રહેતી મહિલાએ હાલમાં મિત્તલ સોલંકી રહે. રફાળેશ્વર અને કિશન રમેશભાઈ કૈલા રહે. મોચી શેરી ગ્રીનચોક વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ફરિયાદીની દીકરીને આરોપી મિતલ સોલંકીએ ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી અને તેની સાથે મિત્રતા કરીને તેની પાસેથી તેના મોબાઈલ નંબર લઈ લીધા હતા અને ત્યાર બાદ ફરિયાદીની દીકરીને આરોપી કિશન રમેશભાઈ પટેલની સાથે મિત્રતા રાખવાનું કહ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીની દીકરીને મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ સાઈબાબાના મંદિરે મળવા માટે બોલાવી હતી ત્યાં બળજબરીથી તેની સાથે સેલ્ફી ફોટો લઈ લીધા હતા અને સગીરાની પાસે અભદ્ર માંગણી કરી હતી તેમજ સગીરાને વિડીયો કોલ કરી તેના ભાઈને મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી નગ્ન થવા માટે મજબૂર કરી હતી અને ત્યારે મોબાઈલ ફોનમાં વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધૂ હતું અને તે વિડિયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને તે ધમકી આપીને અવારનવાર સગીરા પાસેથી રૂપિયા પડાવ્યા હતા અને ૭૦ હજાર રૂપિયા જેટલી રકમ સગીરા પાસેથી લઈ લીધી હતી આ ઉપરાંત સોનાની એક જોડી બુટ્ટી તથા ભોગ બનનારનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન પણ પડાવી લીધો હતો જેથી ફરિયાદીની સગીર દીકરી સાથે જાતીય સતામણી કરવામાં આવી હોય હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૮૪, ૩૫૪ (એ), ૩૫૪(ડી), ૫૦૬(૨), ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૨૦૧૨ ની કલમ ૧૨, ૧૭, ૧૮ મુજબ ગુનો નોંધીને હાલમાં પોલીસે આ ગુનામા આરોપી કિસાન રમેશભાઈ કૈલા જાતે પટેલ રહે. મોચી શેરી ગ્રીનચોક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.





