GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:સમસ્ત મોરબી જીલ્લા પાટીદાર સમાજ આયોજીત પ્રેરણામૂર્તિ સ્વ.ઓ. આર. પટેલની ૧૧ મી પૂણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

સમસ્ત મોરબી જીલ્લા પાટીદાર સમાજ આયોજીત પ્રેરણામૂર્તિ સ્વ.શ્રી ઓ. આર. પટેલની ૧૧ મી પૂણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

સાંસે હો રહી હૈં કમ, આવો કરે રક્તદાન હમ મોરબી પંથકના સૌ આત્મીય સ્નેહીજનો..!

કેળવણીની જ્યોતને જગમગાવનાર, ઉદ્યોગોની હારમાળા સર્જનાર, સામાજિક ક્રાંતિના પ્રણેતા, તમામ સમાજ માટે અનેક સેવાકીય પ્રકલ્પો આપનાર પૂજ્ય ઓધવજીબાપા એટલે ભામાશા, કર્ણધાર, પથ પ્રદર્શક કે જેને મોરબીમાં અજંતા,ઑરપેટ, ઑરેવા ગ્રુપ દ્વારા આપણા મોરબીને વિશ્વફલક પર ઓળખ આપી, જેણે સ્ત્રી સશક્તિકરણમાં સમગ્ર ગુજરાતમાં મિશાલ કાયમ કરી.

જેણે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ સમાજની હજારો દીકરીઓને પ્રત્યક્ષ રોજગારી આપી. કપરા કાળમાં અસંખ્ય દીકરીઓના કરીયાવર કર્યાં. જેમણે સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ સ્કૂલો, કોલેજો, હોસ્ટેલો બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો, જેમાં આજે તમામ સમાજના હજારો દીકરા-દીકરીઓ અભ્યાસ કરીને પોતાનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરી રહ્યા છે. જેમણે ચેકડેમો, કુવા રીચાર્જ, સમૂહલગ્નો જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં કરોડો રૂપિયાનું અમૂલ્ય યોગદાન દરેક સમાજના ઉત્થાન માટે આપેલ છે. સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરવામાં જેમનું અદકેરું યોગદાન છે. તો કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના નેજા હેઠળ પૂય ઓ.આર.પટેલ સાહેબે તમામ સમાજન સમાજની હજારો દીકરીઓને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધીનું શિક્ષણ પૂરું પાડયું છે તેમજ પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સુધારણા માટે સતત ત્રણ વર્ષ સુધી ધો.૩ થી ૮ના બાળકો માટે મેગા કસોટીનો સાવ નવો પ્રકલ્પ આપેલો હતો જેના ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થયેલ છે. એક શિક્ષક તરીકે પોતે મોરબીની વી.સી. હાઈસ્કૂલમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અનેક વિદ્યાર્થીઓના પથદર્શક બન્યા હતા. પાટીદાર શિરોમણી પૂજ્યશ્રી ઓ. આર. પટેલ સાહેબ મોરબી પંથકના તમામ સમાજોના અગ્રણીઓ સાથે નિકટનો ઘરોબો ધરાવતા હતા. અને આત્મીયતા સાથે તમામ સમાજના વિકાસની ચર્ચાઓ કરતા. જે જે સમાજમાં જરૂર જણાય ત્યાં અન્ય જ્ઞાતિના સામાજિક પ્રસંગોએ આર્થિક યોગદાન પણ આપતા રહેલા છે. એમણે માનવમાત્રને ઉપયોગી એવી સદ્દભાવના હૉસ્પિટલ, અનાથાશ્રમ તેમજ વિદ્યુત સ્મશાનગૃહ વગેરેમાં ઓ.આર. સાહેબનું અદકેરું યોગદાન છે. આવા પાટીદાર રત્ન, પાટીદાર રાજશ્રી, પાટીદાર ભામાશા પૂજ્ય ઓ.આર.પટેલની સ્વર્ગસ્થ થયાની અગિયારમી પૂણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. તો તમામ સમાજના ભાઈઓ-બહેનોને આગ્રહ ભરી વિનંતી છે કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આ કેમ્પમાં રક્તદાન કરી ઓ.આર.પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં સહભાગી થઈએ…

તારીખ : ૧૮-૧૦-૨૦૨૩, બુધવાર સમય : સવારે ૮:૦૦ થી ૫:૦૦ કલાક સ્થળ : પટેલ સમાજવાડી, શક્ત શનાળા, મોરબી સંપર્ક : ૯૦૯૯૦ ૧૮૨૧૮, ૯૮૨૫૪ ૦૫૦૭૬ પાટીદાર સમાજના કર્ણધાર પારસમણિ, માં ઉમિયા અને પાટીદારનો વિજય ધ્વજ દેશ-વિદેશમાં ફરકાવનાર દિવંગત ઓ.આર.પટેલને ભાવભરી શ્રધ્ધાંજલી…

[wptube id="1252022"]
Back to top button