MORBI:મોરબી ના લાલપર ગામે યુવાનની પથ્થરના ઘા ઝીકી હત્યા કરનાર બે આરોપીઓ ઝડપાયા

લાલપર ગામે યુવાનની પથ્થરના ઘા ઝીકી હત્યા કરનાર બે આરોપીઓ ઝડપાયા
મોરબી : ક્રાઇમ બ્રાંચએ મોરબીના લાલપર ગામે આરોગ્ય કેન્દ્ર પાછળથી મળી આવેલ અજાણ્યા પુરુષની લાશની ઓળખ મેળવી ગણતરીના કલાકોમાં ખુનના ગુનાના બે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં મૃતકની સાથે રહેતા બે મિત્રોએ તેનું ઢીમ ઢાળી દીધું હોવાનું ખુલ્યું હતું.

ગત તા.12ના રોજ રાતના સમયે મોરબીના લાલપર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર પાછળ બાવળની કાંટ માંથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવ્યા બાદ પોલીસની તપાસમા આ લાશ બાબુભાઇ ઉર્ફે બાલુભાઇ નાનાભાઇ ખાટની ઓળખ મળી હતી. પોલીસની વધુ તપાસમાં મૃતકને કોઇ અજાણયા આરોપી દ્વારા માથા તથા મોઢાના ભાગે પત્થરના ઘા મારી હત્યા કરી નાખી હોવાનુ ખુલ્યું હતું. મૃતક એકલો જ મોરબી મુકામે રહેતો હોય અને છુટક મજુરી તથા કાગળ, પ્લાસ્ટીક વીણવાનું કામ કરતો હોય જેના વતન મધ્યપ્રદેશ ખાતે તપાસ કરાવતા તેના કુટુંબી ભાઇ કનુભાઇ સુરમાભાઇએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા તાલુકા પોલીસ, એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતા. આરોપી બાબતે તપાસ કરતા મોરબી એલ.સી.બી. સ્ટાફને ચોકકસ બાતમી મળી હતી કે, મૃતક તથા તેની સાથે રહેતો અને તેનો મિત્ર દિનેશ ખુમાન માવી, અર્જુન જવરચંદ ગામરએ આ બનાવ બનેલ તે પહેલા આ ત્રણેયને એકી સાથે લાલપર સ્મશાન તરફ જતા જોયેલ હોવાની હકિકત મળતા આ બન્ને ઇસમો અંગે તાત્કાલીક તપાસ કરતા બન્નેને હસ્તગત કરી આગવીઢબથી પુછપરછ કરતા બન્ને ઇસમોએ ઉપરોકત ગુનો કર્યા અંગેની કબુલાત આપતા બન્નેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.








