GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

હળવદમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

આગામી 18 તારીખે હળવદમાં સમસ્ત પાટીદાર સમાજ હળવદ, ધ્રાંગધ્રા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, આગામી તા.18.10.23 ને બુધવારે ઉમા કન્યા છાત્રાલય, હળવદ ખાતે પાટીદાર સમાજના શિરોમણી,ધરોહર અને પાટીદાર રત્ન એવા સ્વ.ઓ.આર.પટેલ સાહેબની 11 મી પુણ્યતિથિ નિમિતે સમસ્ત હળવદ ધ્રાંગધ્રા પાટીદાર સમાજ દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. જેમાં પાટીદાર સમાજના યુવાનો સાથે તમામ સમાજના યુવાનો ખૂબ મોટી માત્રામાં બ્લડ ડોનેટ કરશે.સ્વ.ઓ.આર.પટેલને પાટીદાર સમાજના વિકાસની સાથે તમામ સમાજના ગરીબો, દીકરીઓને આર્થિક મદદ,દાન કરેલ.અત્રે યાદ કરવું જરૂરી એટલા માટે છે કે હળવદ ધ્રાંગધ્રાનો પાટીદાર સમાજ તમામ સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે. કોરોનાની વિપરીત કપરી પરિસ્થિતિના સમયે પાટીદાર સમાજ પોતાના દાનથી પોતાની મહેનત, મદદથી પાટીદાર સમાજના ડૉકટોરોની ટીમથી પાટીદાર સમાજના આગેવાનોની છત્રછાયામાં પાટીદાર સમાજના યુવાનોએ દિન રાત તમામ સમાજના દર્દી નારાયણની સેવા કરેલ. વાવાઝોડા વખતે પણ અસરગ્રસ્તોને જમવાની વ્યવસ્થા પુરી પાડેલ.આવા પાટીદાર સમાજના ભામાશા સ્વ. ઓ.આર.પટેલ સાહેબની 11 મી પુણ્યતિથિ અનેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ કરી જરૂરિયાતમંદ દરેક સમાજના દર્દી નારાયણ માટે બ્લડ એકઠું કરવાનો નિર્ણય કરેલ હોય હળવદ ધ્રાંગધ્રા તાલુકાના તમામ યુવાનો પણ ઓ.આર.પટેલને ભાવાંજલી આપવા થનગની રહ્યા છે.તો આવો સૌ સાથે મળીને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવીએ.

[wptube id="1252022"]
Back to top button