
આસીફ શેખ લુણાવાડા
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સંતરામપુર નગરપાલિકા દ્વારા સ્વીપર મશીન દ્વારા જાહેર રોડ ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી

રાજ્યભરમાં આગામી બે મહિના સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનના અસરકારક અમલીકરણ માટે ટીમ મહીસાગર સજ્જ બની છે. સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફીસરના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વીપર મશીન દ્વારા જાહેર રોડ ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી
રાજ્ય સરકારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરાવી છે. જે અંતર્ગત હવે તમામ નગરપાલિકાઓમાં પણ સ્વચ્છતાલક્ષી કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. નગરપાલિકાઓ દ્વારા શહેરો વધુ સ્વચ્છ અને સુઘડ બને તે માટે દૈનિક ધોરણે સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફીસર એ નગરજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાનને વેગ મળે જનભાગીદારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “સ્વચ્છતા હી સેવા” સંકલ્પને સાર્થક કરી શકાય એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. તમામ ગામ ,નગર ,રસ્તાઓ પર સ્વચ્છતા અભિયાનમાં દરેક નગરજનો જોડાઈને સાફ સફાઈ અભિયાન માં જોડાઈ પોતાનું યોગદાન આપીએ જેના થકી સ્વચ્છતાના અભાવે થતાં રોગો દૂર થશે.








