GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લીલાપર ઘુનડા રોડ પર આવેલ ફોરેસ્ટ વિભાગના જંગલમાં આગ ભભુકી ઉઠી

મોરબી તાલુકાના લીલાપર ઘુંનડા રોડ પર આવેલ ફોરેસ્ટ વિભાગના જંગલમાં આગ લાગી હતી જેની જાણ ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના લીલાપર ઘુનડા રોડ પર આવેલ ફોરેસ્ટ વિભાગનાં જંગલમાં આગ લાગી હતી આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો એ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. ક્યા કારણોસર આગ લાગી હતી એ કારણ હજુ અકબંધ છે પરંતુ ફાયર ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમની સુઝબુઝને કારણે કોઈ જાનહાનિ થયેલ નથી
[wptube id="1252022"]








