GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી જીલ્લા પંચાયત કેમ્પસમાં અલગ અલગ દેશી ઔષધીય વનસ્પતિને વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું

MORBI મોરબી જીલ્લા પંચાયત કેમ્પસમાં અલગ અલગ દેશી ઔષધીય વનસ્પતિને વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું

મોરબી જીલ્લા પંચાયત કેમ્પસમાં અલગ અલગ ઔષધીય વનસ્પતિને વાવી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા સાહેબ દ્વારા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આયુસ મંત્રાલય સ્થાપનાનો આશય એ છે કે આપણી પરંપરાગત ઔષધિયો છે જેવી કે આયુર્વેદિક અને હોમાયોપેથીક દવાઓનો વ્યાપ વધે અને આયુર્વેદિક વનસ્પતિઓ જેવી કે ગળો, તુલસી સહિતની જુદી જુદી ઔષધીય વનસ્પતિ આપણી રોજબરોજની જિંદગીમાં જેવા કે તાવ શરદી ઉધરસ ન થાય તેમાં અતિ ઉપયોગી છે તેનું ગાર્ડન બનાવવું. જે બાબતોને ધ્યાને લઇ મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારી દ્વારા જીલ્લા પંચાયત કચેરીના કેમ્પસના એરિયામાં અલગ અલગ ૨૦ પ્રકારની ઔષધીય વનસ્પતિને વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તેમજ આ બધી વનસ્પતિઓનું આયુષના ડોક્ટરોની દેખરેખ હેઠળ જતન કરવામાં આવશે અને આ બધી ઔષધીય વનસ્પતિઓનો આમ જનતા તેનો લાભ લ્યે અને તેથી આ ભુલાય ગયેલ ઔષધિયોનો પ્રચાર પ્રસાર થાય અને લોકો આ ઔષધિયોનો વધારેમાં વધારે ઉપયોગ કરતા થાય.

[wptube id="1252022"]
Back to top button