GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA: મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર હરીપર ગામ નજીક કારની ઠોકરે મોપેડ સવાર વૃદ્ધનું મોત

TANKARA: મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર હરીપર ગામ નજીક કારની ઠોકરે મોપેડ સવાર વૃદ્ધનું મોત


ટંકારાના હરીપર ગામના વતની અને હાલ મોરબી ૨ સૂર્યકીર્તિનગરમાં રહેતા જયેશભાઈ પરષોતમભાઈ દવેએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પિતા પરષોતમભાઈ ઉમિયાશંકર દવે (ઉ.વ.૮૭) વાળા ગત તા ૧૧ ના રોજ સાંજે સાડા પાંચેક વાગ્યે એકટીવા લઈને જતા હોય ત્યારે હરીપર ગામના પાદર પાસે રાજકોટ મોરબી હાઈવે પરથી પસાર થતી કાર જીજે ૩૬ આર ૪૪૩૭ ના ચાલકે એકટીવાને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં ફરિયાદીના પિતાને બંને પગ અને છાતીના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું બનાવને પગલે ટંકારા પોલીસે મૃતકના પુત્ર એ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ..

[wptube id="1252022"]
Back to top button