WANKANER :વાંકાનેરમાં ‘મારી માટી, મારો દેશ” અંતર્ગત અમૃત કળશ યાત્રા નિકળી

વાંકાનેરમાં ‘મારી માટી, મારો દેશ” અંતર્ગત અમૃત કળશ યાત્રા નિકળી રીપોર્ટ આરીફ દિવાન વાંકાનેર

વાંકાનેર: વાંકાનેરમાં વિવિધ વોર્ડ માં પરિભ્રમણ કરતી મેરી મીટ્ટી-મેરા દેશ અંતર્ગત અમૃત કળશ યાત્રા જે શહેર ભાજપના કાર્યાલય શ્રી રામ કોમ્પ્લેક્સ ખાતેથી ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના માર્ગદર્શન અનુસાર તેમજ નગરપાલીકા ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયાની આગેવાની હેઠળ પ્રારંભ કરવામાં આવેલ. વિવિધ યાર્ડમાં પરીભ્રમણ થતી હોય છે. આ કળશ યાત્રામાં કળશ યાત્રાના બેનરો ‘કળશ’ સાથે ડી.જે.ના સંગીત સાથે નિકળતી કળશ યાત્રાને નગરજનો હોંશે હોંશે આવકારતા જોવા મળી રહ્યાં છે.આ તકે મોરબી જીલ્લા મંત્રી પ્રજ્ઞેશભાઇ પટેલ, જીલ્લા અધ્યક્ષ અશ્વિનભાઇ મેઘાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, ચીફ.ઓ.ગીરીશભાઇ સરૈયા, પાલીકા પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા, ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, પૂર્વ કાઉન્સીલર બ્રિજરાજસિંહ ઝાલા, મેરૂભાઈ સરૈયા, વિરાજભાઇ મહેતા, રાજભાઇ સોમાણી, અમિતભાઇ સેજપાલ, હર્ષિતભાઇ સોમાણી, સંગીતાબેન વોરા સહિત શહેર તથા તાલુકા ભાજપના વિવિધ મોરચાના આગેવાનો હર્ષભેર જોડાયા હતા.
સાથે પાલિકા કર્મચારીગણના ભાઇઓ-બહેનોમાં હાર્દિકભાઇ સરૈયા, મહેશભાઇ મકવાણા, ભુરાભાઇ સચાણીયા, નવનીતભાઇ સહિતના પાલિકા-કર્મચારીઓએ ઉમંગભેર જોડાયા હતા








