GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના યુવા ડોક્ટરની ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદમાં સભ્ય તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણુંક

મોરબીના યુવા ડોક્ટરની ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદમાં સભ્ય તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણુંક

મોરબીના યુવા અને પ્રતિભાશાળી ડો. આશિષ ત્રિવેદીની તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના બોર્ડ મેમ્બર તરીકે નિમણુંક કરવામાં આવી છે. ડો આશિષ હાલ BAMS ડોક્ટર એસોસિએશન, મોરબી વૈધ સભા તથા BJP ડોક્ટર સેલ મોરબીના કન્વીનર તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ અગાઉ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ સક્રિય રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામાં મેડિકલ ક્ષેત્રે આ અત્યાર સુધીની સૌથી મોટી નિમણુંક છે અને નિમણુંક પામેલા તમામ ચાર સભ્યોમાં આશિષભાઈ સૌથી યુવા ચહેરો છે.

તેઓની નિમણુંકને રાજ્યસભાના સાંસદ માનનીય રામભાઈ મોકરીયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા તથા BJP ડોક્ટર સેલના પ્રદેશ કન્વીનર ડો ધર્મેન્દ્ર ગજ્જર, સહકન્વીનર ડો શીરીષ ભટ્ટ, ડો અતુલ પંડ્યા, ડો જયંતિભાઈ ભાડેસીઆ, ડો વિજયભાઇ ગઢીયા, ડો ચેતન અઘારા, ડો જીતેશ દઢાણીયા, ડો લહેરુ સાહેબ, ચેતનભાઈ પંચોલી, ડો અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી સહિતના અનેક આગેવાનોએ વધાવી અને અભિનંદન પાઠવ્યા છે.

[wptube id="1252022"]
Back to top button