DEVBHOOMI DWARKAOKHAMANDAL

Okha : ઓખા નગરપાલીકાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

       તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નિર્મળ ગુજરાતના  વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલીકા વિસ્તારમાં  રસ્તાઓ તેમજ તેની આસપાસ સાફ – સફાઈ યોજીને સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામા આવી હતી. તેમજ રોગચાળો ફેલાય નહીં તે માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button