BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રીની આયોજન,

 

બ્રિજેશભાઈ પટેલ, ભરૂચ

તા.10/10/2023

 

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હેડ કવાટર્સના ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ફરજ, સેવા અને બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા પોલીસ તેમજ તેમના પરિવાર માટે નવ દિવસ માતાજીની આરાધના કરી ગરબે ઘુમવા ભવ્ય નવરાત્રી યોજવામાં આવી રહી છે.

 

 

ભરૂચ જિલ્લામાં સતત બીજા વર્ષે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષિત અને સલામત માહોલમાં મહિલા-યુવતિઓ ગરબા રમી શકે તે માટે ખાસ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫મી થી શરૂ થનારી નવરાત્રીને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નવલાં નોરતાં માટે સજ્જ બની લોકો દ્વારા ચાલુ વર્ષે ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે.

 

ભરૂચ ના કાળી તલાવડી પોલીસ હેડ ક્વોટર્સ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે તૈયારિઓનું નિરીક્ષણ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું,

 

નવ દિવસ સુધી ખૈલયાઓ મન મૂકી ગરબા રમી શકે તે પ્રકાર નું તમામ આયોજન પોલીસ વિભાગ દ્વારા ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું છે, જે બાદ જિલ્લા પોલીસ વડાએ મોટી સંખ્યામાં શહેરી જનો આ ગ્રાઉન્ડ ઉપર ગરબા રમવા આવે તે માટેની પણ અપીલ શહેર ની જનતા ને કરી હતી

 

એસ.પી. મયુર ચાવડાએ અન્ય પોલીસ અધિકારીઓ સાથે ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લઈ તૈયારીઓ અંગેની માહિતી મેળવવા સાથે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ ગરબા મહોત્સવમાં પોલીસ પરિવારની સાથે અન્ય લોકો પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી ગરબાની રમઝટ માણી શકશે. ગરબા મહોત્સવ દરમ્યાન લાઈટિંગ, સિંગર, સજિંદા સાથે સુરક્ષા માટે પોલીસની સાથે મેડિકલ ટીમ અને ફાયરબ્રિગેડ પણ અહી સ્ટેન્ડ ટુ રહેશે. આમ સતત બીજા વર્ષે માં આદ્ય શક્તિના આરાધના પર્વ નવરાત્રિના ગરબા મહોત્સવની પોલીસ હેડ ક્વાટર ખાતે રંગે ચંગે ઉજવણી કરવામાં આ

વશે.

 

 

 

 

 

 

 

 

 

 

[wptube id="1252022"]
Back to top button