GUJARATMORBIMORBI CITY / TALUKO

મોરબી પત્રકાર એસોસીએશનના પ્રમુખ અને “ઝી ૨૪ કલાક” ના જીલ્લા રિપોર્ટર હિમાંશુ ભટ્ટનો આજે જન્મદિન

મોરબી પત્રકાર એસોસીએશનના પ્રમુખ અને “ઝી ૨૪ કલાક” ના જીલ્લા રિપોર્ટર હિમાંશુ ભટ્ટનો આજે જન્મદિન

છેલ્લા ૧૮ વર્ષથી સાચાને સાચો અને ખોટાને ખોટો કહેવાની ભાવના સાથે પત્રકાત્વ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક અને નીડરતાથી કામગીરી કરતા મોરબી જીલ્લાના “ઝી ૨૪ કલાક” ગુજરાતી ન્યુઝ ચેનલના પત્રકાર હિમાંશુ ભટ્ટનો આજ તા.૧૨-૧૦ ના રોજ જન્મદિવસ હોય રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.તેઓ પત્રકાર એસોસીએશન-મોરબીના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે.

રાજકોટ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે જર્નાલિઝમનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા ૧૮ વર્ષથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક મીડિયા સાથે કામ કરીને હંમેશા લોકોના પ્રર્શ્નોને નીડરતાથી અને નિષ્ઠાપૂર્વક ન્યાય આપતા મૂળ મોરબીના વનાળીયા (શારદાનગર) ગામના હિમાંશુ અનિલભાઈ ભટ્ટે તેની કારકીદીની શરૂઆત રાજકોટથી પ્રસિદ્ધ થતા ‘લોક સમર્થન’ પેપરથી કરી હતી ત્યાર બાદ “સાંજ સમાચાર”માં કામ કરવાની તક મળી હતી અને તેમાં સાંજ સમાચારના તંત્રી પ્રદીપભાઈ શાહ તેમજ અંકુરભાઇ શાહના માર્ગદર્શન હેઠળ કામ કર્યા પછી વર્ષ ૨૦૦૭ માં “ટીવી-૯” ગુજરાતી ન્યુઝ ચેનલમાં જોડાઈને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામગીરી કરી હતી જો કે છેલ્લા ઘણા વર્ષોથી ‘સાંજ સમાચાર’ તેમજ વર્ષ ૨૦૧૭ થી “ઝી ૨૪ કલાક” ગુજરાતી ન્યુઝ ચેનલ સાથે કામ કરી રહ્યા છે અને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં તેમજ સમાસ્યનો નિકાલ લાવવા માટે પોતાના માધ્યમનો સદઉપયોગ કર્યો છે.

આ ઉપરાંત મોરબીના સ્થાનિક સમાચારોને ઝડપથી લોકો સુધી પહોચાડવા માટે છેલ્લા ચાર વર્ષથી “મોરબી ટુડે” ઓનલાઇન સમાચાર માટે વેબપોર્ટલ સંસ્થા કાર્યરત કરેલ છે જેના મધ્યમથી પણ તંત્રને દોડતું રાખીને લોકોનો અવાજ બનીને હરહંમેશ પત્રકાત્વ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કામ કરતાં હિમાંશુ ભટ્ટનો આજે જન્મ દિવસ છે ત્યારે તેઓને રાજકીય આગેવાનો, હોદેદારો, કાર્યકર મિત્રો, સામાજિક આગેવાનો તેમજ તેના મિત્રો તરફથી જન્મ દિવસની અપાર શુભેચ્છાઓ રૂબરૂ, સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમજ ફોન અને મેસેજ થકી મળી રહી છે તેઓનો મોબાઇલ નંબર ૯૬૬૨૦ ૩૮૨૯૮ છે. ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ..

[wptube id="1252022"]
Back to top button