
મોરબીના ગોકુલ મથુરા સોસાયટીમાં યુવતીએ બીમારીથી કંટાળીને સાડી વડે ગળાફાસો ખાઈને આપઘાત
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટીના વરણી એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૨૦૧ માં રહેતા કલ્પેશભાઈ મહાદેવભાઇ મારવાણીયા જાતે પટેલ (૩૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, તેઓના વરણી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલ ઓરડીમાં મૂળ નેપાળના રહેવાથી જરનાબેન પુર્નાભાઇ વિશ્વકર્મા જાતે નેપાળી (૧૮) નામની યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે

ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, આઠ માસ પહેલા મૃતક યુવતીને મળ પુત્ર માર્ગમાં બીમારી હોય તેનું ઓપરેશન કરાવ્યું હતું અને તેને કિડનીની બીમારી હોવાથી તેની રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ હતી દરમિયાન તે બીમારીથી કંટાળી ગઈ હોય અને તેણે આ અંતિમ પગલું ભર્યું તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે જેની નોંધ કરીને ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી છે








