NATIONAL

CBSE Board : CBSCએ ધો.9 અને 11 બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ની બોર્ડની પરીક્ષા આવતા વર્ષે 2024માં લેવાનારી છે. જો કે આ વખતે બોર્ડે ઘણા સમય પહેલા તેની પ્રક્રિયા શરુઆત કરી દીધી છે. આ પરીક્ષા માટે શરુઆતની પ્રક્રિયામાં બોર્ડે દ્વારા પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવતું હોય છે. જો કે આ વખતે બોર્ડ દ્વારા  ધોરણ 9 અને 11  બોર્ડની પરીક્ષા માટે ઘણા સમય પહેલા રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા માટે સમયમાં ફેરફાર કર્યો છે. માહિતી પ્રમાણે આગામી 25 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરી શકશે.

CBSE Board Exam 2024ને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ધોરણ 9ની અને 11ની વર્ષ 2024માં લેવાનારી પરીક્ષા માટેની બોર્ડ દ્વારા રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ વધારવામાં આવી છે.  CBSEએ ધોરણ 9 અને 11ની પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન ફોર્મ હવે 25 ઓક્ટોબર 2023 સુધી ભરી શકશે, બોર્ડે તેની જાણકારી એક અધિકૃત રીતે આપી છે.

CBSEએ અધિકારિક સુચના પ્રમાણે વિદ્યાર્થીઓ 25 ઓક્ટોબર 2023 સુધી કોઈ પણ વધારાના શુલ્ક વગર રજીસ્ટ્રેશન કરી શકશે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓને વધારાના ચાર્જ સાથે રજીસ્ટ્રેશન કરાવી શકશે. 26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓએ વિલંબિત ચાર્જ આપવો પડશે.

[wptube id="1252022"]
Back to top button