Halvad :સરકારી હોસ્પિટલ તરફ દર્દીઓ ને વિશ્વાસ વધ્યો – 1 જ દિવસ માં 10 બાળક નો જન્મ

સરકારી હોસ્પિટલ તરફ દર્દીઓ ને વિશ્વાસ વધ્યો – 1 જ દિવસ માં 10 બાળક નો જન્મ રીપોર્ટ વિશાલ જયસ્વાલ હળવદ

દિન પ્રતિ દિન પ્રાઇવેટ હોસ્પિટલ તરફ લોકો વળી રહ્યા છે અને સરકારી હોસ્પિટલ પરથી લોકોનો ભરોસો ડગી રહ્યો છે જેનું કારણ વાત કરીએ તો સરકારી હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓને કારણે લોકો મજબૂરી માં પ્રાઇવેટ હોસ્પિટલ માં જઈ રહ્યા છે ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં મળતી સુવિધાઓને કારણે લોકો તે તરફ વળી રહ્યા છે એ પણ એક સત્ય વાત છે જેને આપણે બધા સ્વીકારી રહ્યા છીએ ત્યારે તેવી જ રીતે હળવદ સરકારી હોસ્પિટલ તરફ દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે જો વાત કરીએ તો હળવદમાં ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલમાં ડીલેવરી થતી હોય છે તેમ છતાં પણ હળવદ સરકારી હોસ્પિટલ માં આજે પણ ડીલેવરી કરવામાં વધુ દર્દીઓ આવી રહ્યા છે રવિવારની વાત કરીએ તો માત્ર એક જ દિવસમાં 10 જેટલી ડીલેવરી કરી 10 જેટલા બાળકો નો જન્મ હળવદ સરકારી હોસ્પિટલમાં થયો હતો વધુમાં ગાયનેક ડોક્ટર નિશિથ દઢાણીયા એ જણાવ્યું હતું કે હળવદ સરકારી હોસ્પિટલ પર દર્દીઓનો જે ભરોસો રહ્યો છે તેના પર અમે ખરા ઉતારવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ ત્યારે સિનિયર મીડવાઈફરી ઓફિસર ઉવેશ સુમરા એ જણાવ્યું હતું કે લોકો પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે પરંતુ સરકારી હોસ્પિટલમાં પણ ખૂબ સારી સુવિધાઓ લોકોને મળી રહે છે ત્યારે મોંઘા દાટ ખર્ચાઓ કર્યા વગર પણ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારી સુવિધા મળી રહે છે હળવદ સરકારી હોસ્પિટલમાં રવિવારે કુલ 10 જેટલા બાળકો નો જન્મ થયો હતો. જ્યારે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ અશ્વિન આદ્રોજા ગાયનેક ડોક્ટર નિશિથ દઢાણીયા તેમજ ડોક્ટર ભૂમિ જાકાસણીયા તેમજ સિનિયર મીડવાઇફરી ઓફિસર ઉવેશ સુમરા સરકારી હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ સહિતના લોકો ખૂબ સારી સેવા આપી રહ્યા છે અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે…..








