
MORBI :ચિત્રકૂટ સોસાયટીમાં જુગાર રમતા સાત ઝડપાયા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલના ઘરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી નિલેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલ , રસીકભાઇ ગાંડાલાલ રાજાણી રહે. કેવડાવાળી મેઇન રોડ બજરંગ સોડાની સામેની શેરી રાજકોટ, જયેશભાઇ અશોકભાઇ રૂપારેલ રહે. યુનીવર્સીટી રોડ રૈયારોડ લાઇટ હાઉસ સોસાયટી બિલ્ડીંગ નં.૯ બ્લોકનં.૧૨૦૪ રાજકોટ, રાજેશભાઇ ભગવાનજીભાઇ ખખર રહે. યુનીવર્સીટી રોડ ભગતસિંહ ગાર્ડન પાસે હાઉસીંગ બોર્ડ મકાન નં.૫૫૩ રાજકોટ, અલ્પેશભાઇ નરેન્દ્રભાઇ રૂપારેલ રહે. સાતનાથ કોલોની પાછળ જડેશ્વર પાર્ક શેરી નં.૩ જામનગર, ભાવીનભાઇ પ્રવીણભાઇ રૂપારેલ રહે. રવાપર ગામ ચિત્રકુટ સોસાયટી હનુમાજી મંદીર પાસે મોરબી અને કમલેશભાઇ અશોકભાઇ રૂપારેલ રહે. રેલનગર વીરસાવરકર ટાઉનશીપ જી.૬૨ રાજકોટ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૭,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંઘી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી છે








