MORBI:સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રિ બંધ કરવામાં આવેલ રજૂઆત સામે વાંધો

સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રિ બંધ કરવામાં આવેલ રજૂઆત સામે વાંધો
વાંધો અજય લોરીયાથી હશે કે નવરાત્રીથી.! રહીશોએ કહ્યું અમને કંઈ વાંધો નથી નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી એક એવું પર્વ છે જે સનાતન સંસ્કૃતિમાં મહિલાઓના ગરિમામય સ્થાનને શોભાવે છે. ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશીપની બાજુમાં અજય લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા પાટીદાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે નવરાત્રિને થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શક્તિ ટાઉનશીપ નજીકની આ નવરાત્રિનું આયોજન બંધ અંગે સ્થાનિકોએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન આસપાસના રહેણાંક વિસ્તારમાં સખત ઘોંઘાટ થતો હોય તેમજ વિદ્યાર્થીઓ, ઘરડા અને બીમાર લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય જેથી આ આયોજન બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

જોકે રજૂઆત બાદ રવાપર ઘુનડા રોડ પર આવેલ ટાઉનશીપના રહીશોએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે, આ ગ્રુપ દ્વારા દર વર્ષે આ જ રીતે આયોજન થાય છે અને જેમાં પોલીસ અને તંત્રની સત્તાવાર મંજુરી પણ લેવામાં આવે છે જેમાં કોઈ વર્ષે આવા કોઈ રહીશોએ વાંધો લીધેલ નથી પરંતુ આ અવેશે રાજકીય કિન્ના ખોરી રાખી રાગદ્વેષથી આ નવરાત્રી બંધ રાખવા કલેકટરને ખોટી રજુઆતો રહીશો દ્વારા કરવામાં આવી છે જેમાં અમારી સહમતી નથી સાથે સાથે અમે આ રજુઆત સામે વાંધો લઇ આ હિન્દુ પર્વની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવ ભેર ભક્તિ પૂર્વક ભવ્ય આયોજન થાય અને સમાજ માટે અને આર્મી જવાનો માટે હમેશા મદદ રૂપ બનતા સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા નવરાત્રી આયોજનને અમે સહકાર આપી અમારો પૂર્ણ બહુમત આપીએ છીએ અમે પણ આ વિસ્તારનાં જ રહીશો છીએ જેથી અમો આ આયોજન થાય તેની પૂર્ણ તરફેણમાં છીએ આ ગ્રુપ દ્વારા આયોજન દર વર્ષે થાય છે તો આ વર્ષે જ કેમ વાંધો લેવામાં આવ્યો એ પણ એક ધ્યાને લેવા જેવી બાબત છે. આ કારણો મોરબીમાં અન્ય તમામ જગ્યાએ થતાં આયોજનો ના આજુબાજુ પણ હોય છે બધે મહિલાઓ વૃધ્ધો રહેતા હોય છે પરંતુ આજદિન સુધી આ આયોજન ને લીધે કોઈ મોટી નુકસાની ગઈ હોય તેવું બન્યું નથી અને આ વર્ષે પણ બને એવું કાઈ હાલ અમારા વિસ્તારમાં અમને વાંધા જનક દેખાઈ રહ્યું નથી ત્યારે જો રાજકીય રાગદ્વેષ થી આ હિન્દુ પર્વ ના માતાજીના આરાધના કરતા આવા આયોજનો પર રોક લાગવાના આવશે તો અમે તમામ હિન્દુ સંગઠનો ને સાથે રાખી યોગ્ય અને કાયદાકીય લડત આપીશું








