
બાદશાહ અકબર અભણ હતા. પરંતુ તેઓ જાણતા/માનતા હતા કે હું ભણેલો નથી ! એટલે તેમણે એન્ટાયર પોલિટિકલ સાયન્સની નકલી ડિગ્રી હાંસલ કરવાની કોશિશ કરી ન હતી. બાદશાહને પોતાની મર્યાદાની જાણ હતી તેથી શિક્ષણ/ સાયન્સ/ ટેકનોલોજી વગેરે બાબતોમાં પોતાનું મોં બંધ રાખતાં હતાં. બાદશાહે ખુદ ક્યારેય પરીક્ષા આપી ન હતી એટલે તેમણે વિદ્યાર્થીઓને સલાહ પણ આપી ન હતી કે ગણિતની પરીક્ષામાં અઘરાં સવાલ પહેલા સોલ્વ કરવા જોઈએ ! ગટરના ગેસથી ચા બની શકે છે ! વાદળોનો ફાયદો ઉઠાવી મોગલિયા વિમાન રડારથી બચી શકે છે ! પોતાની અભણપણાને ઢાંકવા માટે બાદશાહ અકબરે પોતાનાથી ઓછું ભણેલાને વજીર બનાવ્યા ન હતાં ! પરંતુ અસલી ડીગ્રી અને આવડત વાળા નિષ્ણાંતોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું. તેમાંથી 9 સુપર એક્સપર્ટ નવરત્ન તરીકે પ્રખ્યાત હતાં. આ નવરત્ન એક્સપર્ટ હતા એટલે બાદશાહ તેમની સલાહ લેતા હતા, સલાહ આપતા ન હતા !
બાદશાહ અકબરની એક ખાસિયત એ હતી કે તેઓ યોગ્ય વ્યક્તિ પાસે યોગ્ય કામ લેતા હતા. રાજા ટોડરમલ વહિવટ અને રેવન્યૂના એક્સપર્ટ હતા, તાનસેન સંગીતના. અકબર બાદશાહે ક્યારેય તાનસેનને કહ્યું નહીં કે આપ રેવન્યૂ સંભાળો, રાજા ટોડરમલ ગીત ગાશે ! કહેવાનો મતલબ એ છે કે બાદશાહ અકબરે ઈતિહાસમાં MA કરનારને રીઝર્વ બેન્કના ગવર્નર બનાવ્યા ન હતા ! એટલું જ નહીં, બાદશાહ અકબરની કેબિનેટમાં દરેકની ભૂમિકા નક્કી હતી અને જવાબદારી પણ. એવું નહીં કે રેલ્વેનો મામલો હોય તો ખેલ મંત્રી જવાબ આપે; ખેલનો મામલો હોય તો તેલમંત્રી જવાબ આપે; તેલના મામલામાં જેલમંત્રી જવાબ આપે ! બાદશાહ અકબરના મંત્રી/વજીર પોતપોતાનું કામ કરતા હતા. ખો-ખોની રમત રમતા ન હતા !
બાદશાહ અકબરે સડકો બનાવી, શાનદાર ઈમારતો બનાવી, ઘણું ઘણું બનાવ્યું પણ પોતે જીવતા હતા ત્યારે પોતાના નામે જલાલુદ્દીન મોહમ્મદ અકબર સ્ટેડિયમ બનાવ્યું ન હતું ! તેણે ક્યારેય પોતાની નિષ્ફળતાનું ઠીકરું પોતાના પિતા હુમાયૂં પર ફોડ્યું ન હતું ! અકબરના દરબારમાં વ્યંગ્યકાર બિરબલ પણ હતા. બિરબલના મોટાભાગના કટાક્ષ બાદશાહ અકબરની ખામીઓ પર થતાં હતા. છતાં બાદશાહે તેને ન તો સોશિયલ મીડિયામાં ટ્રોલ કરાવ્યા કે ન તો તેમની વિરુદ્ધ FIR નોંધાવી ! ઉલ્ટાનું તેને નવરત્નમાં સામેલ કર્યા. બાદશાહ અકબર પણ દેખાવમાં સારા ન હતા; છતાં ન તો તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી કે ન તો રોજ બે કલાક મેક-અપમાં ગાળતાં હતાં ! હિન્દુસ્તાનના શહેનશાહ હોવા છતાં દિવસમાં પાંચ વખત કપડાં બદલતા ન હતા ! બાદશાહ અકબર ખોટા ચૂકાદા આપવા મુન્સિફ/ કાજી પર દબાણ કરતા ન હતા, પ્રજાને આપેલ વચનો ભૂલી જતા ન હતા, બધું એચુઅલ અને ઓરિઝનલ કામ કરતા હતા, જૂની યોજનાઓના નવા નામ રાખતા ન હતા ! બાદશાહ અકબરે સત્તાથી ધર્મને અલગ રાખ્યો હતો. ધર્મના આધારે લોકોમાં ભેદભાવ કર્યો ન હતો. તેમના નવરત્નોમાં ચાર રત્ન-બિરબલ/ ટોડરમલ/ માનસિંહ/તાનસેન હિન્દુ હતા ! બીજા પણ હિન્દુ-મુસલમાન કરનારા ન હતા.
બાદશાહ અકબરે સાબિત કર્યું કે રાજા અભણ હોય તોપણ મહાન હોઈ શકે, શરત એટલી કે તેનું દિલ સાફ હોય, વિચાર ઊંચા હોય ! રાજા જૂઠ્ઠા/ મક્કાર/ ધોખેબાજ/ નફરતી ન હોય !rs [સૌજન્ય : પ્રસિદ્ધ વ્યંગ્યકાર રાજીવ ધ્યાની]

[wptube id="1252022"]





