Halvad : જૂની પેન્શન યોજના ની માંગ સાથે શિક્ષકોએ ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા ને આવેદનપત્ર આપ્યું

જૂની પેન્શન યોજના ની માંગ સાથે શિક્ષકોએ ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા ને આવેદનપત્ર આપ્યું

રાજ્યમાં પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજના નો લાભ મળે તે માટે અલગ અલગ જગ્યાએ રજૂઆત તેમજ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે હળવદ તાલુકાના પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયાને આવેદનપત્ર આપી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જણાવ્યું હતું સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ને પણ આ બાબતે રસ લઈ શિક્ષક માટે પેન્શન યોજના ચાલુ કરાવવા જણાવ્યું હતું ત્યારે આ તો કે પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજના નો લાભ વહેલી તકે મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી હા આવેદનપત્રમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા








