
મોરબીમાં મોટી ગરબીના સ્થળે એબ્યુલન્સ તૈનાત રાખવાની માંગ
મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નવરાત્રીના પર્વ દરમિયાન મોટી ગરબીમાં એમ્બ્યુલન્સની સાથે મેડિકલ ટીમને તૈનાત રાખવાની રજૂઆત મોરબી જિલ્લા કલેકટર સમક્ષ કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં હાલ યુવાનોથી લઈને વૃદ્ધો સુધી હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયે ડીજેના તાલે રમતા યુવાધન પર હાર્ટ એટેક રૂપે આફત આવે તો તે સમયે તાત્કાલીક સારવાર મળી રહે તે માટે મોરબી જિલ્લામાં જયાં જયાં મોટી મોટી ગરબીઓનું આયોજન થયું છે ત્યાંત્યાં મેડીકલ સારવાર સાથે એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા આયોજકો તરફથી ફરજીયાત કરવામાં આવે તો યુવાધનને નુકશાન થતુ અટકે અને તેવા સમયે અસરગ્રસ્તને તાત્કાલીક મેડીકલ સારવાર મળી શકશે તેવું મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે








