GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ધારાસભ્ય વિરૂદ્ધ સોશિયલ મિડિયામાં અપશબ્દો બોલતા શખ્સ સામે ફરીયાદ દાખલ

મોરબીના ધારાસભ્ય વિરૂદ્ધ સોશિયલ મિડિયામાં અપશબ્દો બોલતા શખ્સ સામે ફરીયાદ દાખલ

મોરબી માળિયા વિધાનસભા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સોશિયલ મીડિયા માં એક વિડીયો મારફતે અપશબ્દો કહીને ગર્ભિત ધમકી આપવામાં આવી હતી. આ વિડીયો ભાજપના એક કાર્યકરના ધ્યાને આવતા તેમણે આ વિડીયો જે આઈડી પરથી અપલોડ થયો છે તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાવી છે.

બનાવની મળતી વિગત મુજબ ભાજપના કાર્યકર જયદીપભાઇ મનસુખભાઈ દેત્રોજાએ આરોપી મહેશ બોરીચા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે ઇન્સ્ટગ્રામમાં આઈડી mahesh_boricha_480 પર એક વિડીયો અપલોડ થયો હતો. જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને અપશબ્દો કહીને ગર્ભિત ધમકી પણ આપવામાં આવીજેથી ઇન્સ્ટગ્રામ આઈડી પર અપલોડ કરનાર મહેશ બોરીચા વિરુદ્ધ પોલીસ નોધવામાં આવી છે . આ ફરિયાદના આધારે મોરબી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button