GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ટંકારા પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ટંકારા પોલીસ મથકના પીએસઆઇ એમ.જે. ધાંધલ અને પોલીસ સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. આ રક્ત રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ થયેલ ગરીબ દર્દીઓ માટે એકત્રીત કરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અર્પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ટંકારાના સરપંચ, ઉપસરપંચ, સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ આ રક્તદાન કેમ્પમાં સહયોગ આપ્યો હતો. આ કેમ્પમાં જોડાયેલા તમામ વ્યક્તિઓનો તથા રક્તદાતાઓનો ટંકારા પોલીસે આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button