
MORBI:મોરબી સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની બોટલ સાથે ત્રણ ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબીના જેલ ચોક પાસેથી સીએનજી રીક્ષા રજી. જીજે-36-યુ-2832માં વિદેશી દારૂ સ્કોચની એક બોટલ સાથે એજાજભાઈ રહેમાનભાઈ ચૌહાણ ઉવ.૨૮ રહે પંચાસર રૉડ જનકનગર સોસાયટી મોરબી મુળ રહે હળવદ મોટુ ફળીયુ, તૌહીદભાઈ અજીતભાઈ ચૌહાણ ઉવ.૧૯ રહે જોન્સનગર શેરી નં.૮ મોરબી, ઈમરાનભાઈ સલીમભાઈ કટીયા ઉવ.૨૫ ધંધો મજુરી રહે લાતી પ્લૉટ શેરી નં.૧૧ મોરબીને ઝડપી લઇ સીએનજી રીક્ષા તથા વિદેશી દારૂની બોટલ એમ કુલ ૧,૦૧,૫૦૦/-ના મુદામાલ કબ્જે લઇ પકડાયેલા ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહી. મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]