MORBI:મોરબી ના નીંચી માંડલ ગામેથી મળી આવેલ બાળકનુ તેના પરીવાર સાથે મિલન કરાવતી મોરબી પોલીસ

MORBI:મોરબી ના નીંચી માંડલ ગામેથી મળી આવેલ બાળકનુ તેના પરીવાર સાથે મિલન કરાવતી મોરબી પોલીસ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તા-૦૧/૧૦/૨૦૨૩ ના રાત્રીના મોરબી તાલુકાના નીંચી માંડલ ગામના સરપંચશ્રી પ્રદિપભાઇ કુંડારીયાએ ટેલીફોનથી જાણ કરેલ કે, એક નાનો બાળક નીંચી માંડલ ગામ ખાતે બસમાથી ઉતરી ગયેલ હોય અને હાલે નીંચી માંડલ ગામમા ભુલો પડેલ છે તેમ જાણ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ.શ્રી.કે.એ.વાળા સાહેબની સુચનાથી પો.હેડ.કોન્સ. જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ.આરીફભાઇ હસનભાઇ સુમરા, અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા,મનીષભાઇ જહાભાઇ મિયાત્રા એમ બધા સદરહુ ભુલો પડેલ બાળક પાસે રૂબરૂ જઇને આ બાળકની પુછપરછ કરતા બાળકનુ નામ વિજયભાઇ રમેશભાઇ મૈડા ઉ.વ-૮ આદીવાસી રહે.રામપુર ગામ તા-રાણાપુર જી-જામ્બુવા(એમ.પી) વાળો હોવાનુ જણાવેલ હોય જે રાણાપરુ (એમ.પી)થી મોરબી તરફ આવતી બસમા બેસી ગયેલ હોય અને નીચી માંડલ ગામ ખાતે ભુલથી નીચે ઉતરી ગયેલ હોય અને ભુલો પડેલ હોવાનુ જણાવેલ હોય જેથી સદરહુ બાળકે જણાવેલ સરનામે રામપુરા ગામ તા-રાણાપુર જી-જામ્બુવા(એમ પી) ખાતે તપાસ કરતા બાળકના સગા મામા હાલે ખોડાપીપર ગામ તા-પડધરી જી-રાજકોટ ખાતે ખેતી કામ કરતા હોય જેઓનો સંપર્ક કરીને બાળકના મામા પપ્પુભાઇ કિશનભાઇ ડામોર જાતે આદીવાસી ઉ.વ-૨૦ ધંધો-ખેતમજુરી રહે-હાલ- ખોડા પીપર ગામ ઓટાળાની સીમમા સુરેશભાઇ લાલજીભાઇ પટેલની વાડીમા તા-પડધરી જી-રાજકોટ મુળગામ-કુરાનીગામ તા-સાતપુર જી- છતરપુર (એમ.પી) મો.નં-૯૧૦૬૨૨૨૧૮૫/૮૧૨૮૭૬૭૩૩૧વાળા ને બાળકને હેમખેમ સુપ્રત કરવામા આવેલ છે અને તેના સંબધી વીજયને શોધતા હોય જે હેમખેમ મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો. આમ, વીજયને પોતાના સગા મામા સાથે મિલન કરાવી મોરબી તાલુકા પોલીસે માનવાતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.








